મેષ : આપના કામકાજમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરવાનો પ્રયત્ન કરો. સામાજિક વ્યવહારિક કામ અંગે દોડધામ રહે.
વૃષભ : નોકરી ધંધાના કામમાં, દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. મિલન-મુલાકાત થાય.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
કર્ક : આપના કામમાં અન્યનો સહકાર મળી રહેતાં રાહત જણાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઇ શકે.
સિંહ : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જવાથી, અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપનો કાર્યભાર વધે.
કન્યા : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી ફાયદો થાય.
તુલા : નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
વૃશ્ચિક : ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી બદલીનાં કામ થઇ શકે.
ધન : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના શેરોના કામમાં સરળતા જણાય. આનંદ રહે.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય, મહત્ત્વના નિર્ણય લઇ શકાય. રાજકીય સરકારી કામમાં સરળતા રહે.
કુંભ : આપે કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. મોસાળ પક્ષે સાસરીપક્ષે બીમારી ચિંતાનું આવરણ આવી જાય.
મીન : આપના કામનો ઉકેલ આવવાથી દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
- અગ્નિદત્ત પદમનાભ


