Updated: Mar 15th, 2023
મેષ: આપના યશ-પદધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ ઉત્સાહ રહે. નોકર-ચાકરવર્ગનો સાથ રહે.
વૃષભ: આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
મિથુન: આપને જાહેરક્ષેત્રના કામ અંગે, સંસ્થાકીય કામ અંગ દોડધામ વ્યસતતા જણાય. પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
કર્ક : આપને નોકરી-ધંધામાં હરિફવર્ગ-ઇર્ષા કરનારવર્ગનો સામનો કરવો પડે. રાજકીય-સરકારી કામમાં દોડધામ- ખર્ચ જણાય.
સિંહ : આપના કાર્યમાં સંતાનનો સાથ સહકાર મળી રહેતાં રાહત અનુભવાય. સીઝનલ- ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કન્યા: આપ હરો-ફરો-કામકાજ કરો. પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. મહત્ત્વના નિર્ણય મુલતવી રખાય.
તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું અને અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા જણાય.
વૃશ્રિક : આપને કૌટુંબિક-પારિવારીક, સામાજિક-વ્યવહારિક કામમાં દોડધામ-વ્યસ્તતા જણાય. સીઝનલ ધંધામાં આવક જણાય.
ધન: આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. અગત્યના નિર્ણય લેવામાં સરળતા જણાય. આનંદ-ઉત્સાહ રહે.
મકર: આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું.
કુંભ : આપના કામમાં અગત્યનો સાથ મળી રહે. આપના કામની કદર-પ્રશંસા- થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.
મીન: દિવસ દરમ્યાન સતત આપે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગ- સગા-સંબંધી વર્ગનું કામ રહે.
- અગ્નિદત્ત પદમનાભ