Get The App

વાંચો તમારું 16 ફેબ્રુઆરી, 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 16 ફેબ્રુઆરી, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. જમીન-મકાન-વાહનના કામ થાય. દોડધામ શ્રમ રહે.

વૃષભ : દેશ-પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. બઢતી બદલીના કામમાં પ્રગતિ જણાય.

મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

કર્ક : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. મુલાકાત થઇ શકે.

સિંહ : આપના કાર્યમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષ મોસાળપક્ષના કામ અંગે દોડધામ રહે.

કન્યા : આપની બુદ્ધિ મહેનત અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.

તુલા : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

ધન : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના શેરોના કામમાં સરળતા જણાય. કામનો ઉકેલ આવે.

મકર : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

કુંભ : રાજકીય - સરકારી કામમાં ખાતાકીય કામકાજમાં આપને પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ-ગેરસમજ મનદુ:ખથી સંભાળવું.

મીન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ શ્રમમાં ઘટાડો જણાય.

- અગ્નિદત્ત પદમનાભ