Astro

વાંચો તમારું 15 સપ્ટેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

By GS TEAM
14 Sep 20251 min read
વાંચો તમારું 15 સપ્ટેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

વૃષભ : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક- વ્યવહારિક કામકાજ રહે.

મિથુન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની અસમંજસતા- દ્વિધા જણાય.

કર્ક : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે.

સિંહ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ-શ્રમ ઘટે.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામમાં ધ્યાન રાખવું.

તુલા : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ આવતા આનંદ રહે.

વૃશ્ચિક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું.

ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. રાજકીય-સરકારી કામ થઈ શકે.

મકર : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

કુંભ : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ ફાયદો થાય. 

મીન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન કરવી. મિત્રવર્ગની ચિંતા જણાય.

અગ્નિદત્ત પદમનાભ