Get The App

વાંચો તમારું 15 મે, 2026નું રાશિ ભવિષ્ય

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 15 મે, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં ધીમે ધીમે સાનુકૂળતા થતી જાય. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો.

વૃષભ : બેંકના-વીમા કંપનીના - શેરોના કામકાજમાં આપે સંભાળવું પડે. સાસરીપક્ષે, મોસાળપક્ષે ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય.

મિથુન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો રહે.

કર્ક : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા મળી રહે. આનંદ રહે.

સિંહ : દેશ-પરદેશના કામમાં- આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. બઢતી-બદલીના કામમાં સાનુકૂળતા મળી રહે.

કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા જણાય.

તુલા : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય, અગત્યના નિર્ણય લેવામાં અન્યનો સહકાર મળી રહે.

વૃશ્ચિક : આપના કામમાં હરિફવર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.

ધન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

મકર : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે, કામકાજમાં ઉતાવળ કરવી નહીં. તબીયતની કાળજી રાખવી.

કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. ભાઈભાંડુનો સહકાર મળી રહે.

મીન : આપના કામમાં સાનુકૂળતા જણાય, સામાજિક - વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

- અગ્નિદત્ત પદમનાભ