વાંચો તમારું 15 માર્ચ, 2023નું રાશિ ભવિષ્ય
મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે. હર્ષ લાભ રહે.
વૃષભ : આપે બેંકના વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. વધુ પડતી દોડધામને લીધે તબિયતની અસ્વસ્થા જણાય.
મિથુન : આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે. આપના કામમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. મિલન મુલાકાત થાય.
કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા બાદ સાનુકુળતા થતી જાય. કોર્ટ કચેરીના કામમાં સરળતા જણાય. પરંતુ ખર્ચ જણાય.
સિંહ : આપની મહેનત-બુધ્ધિ-અનુભવ આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. ધર્મકાર્ય થઇ શકે. પરદેશના કામમાં સાનુકુળતા રહે.
કન્યા : આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે નહીં. ચિંતા-ઉચાટ રહે.
તુલા : આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.
વૃશ્ચિક : આપના કામની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવું પડે. બેંકના, વીમા કંપનીના શેરોના કામમાં સાનુકુળતા જણાય.
ધન : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહો. જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં દોડધામ રહે.
મકર : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
કુંભ : આપના કામમાં આકસ્મિક સરળતા સાનુકુળતા મળી રહે. પુત્ર પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે.
મીન : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનની લે-વેચમાં ઉતાવળ ન કરવી.
- અગ્નિદત્ત પદમનાભ