Get The App

વાંચો તમારું 15 ફેબ્રુઆરી, 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 15 ફેબ્રુઆરી, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવે.

વૃષભ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ અનુભવો.

મિથુન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં રૂકાવટ જણાય.

કર્ક : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળી રહે.

સિંહ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય. દોડધામ-શ્રમ રહે.

કન્યા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

તુલા : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા અનુભવો અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે.

વૃશ્ચિક : અડોશ-પડોશના કામમાં, ભાઈભાંડુવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્યથી પ્રસન્નતા અનુભવો.

ધન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં વ્યસ્તતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મકર : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો સરળતા અનુભવાય.

કુંભ : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાંણાભીડ રહે.

મીન : આપના કામકાજમાં સરળતા જણાય. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જવાથી આવક જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

- અગ્નિદત્ત પદમનાભ