વાંચો તમારું 15 ડિસેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામકાજ, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ-ખર્ચ અનુભવાય.
વૃષભ : આપના કાર્યની સાથે કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.
મિથુન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.
કર્ક : ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી. ખર્ચ જણાય.
સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય.
કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય પરંતુ આનંદ અનુભવાય.
તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કાર્યમાં વ્યસ્ત રહી શકો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવો.
વૃશ્ચિક : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
ધન : આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.
મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.
કુંભ : આપના કામકાજમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના, આયાત-નિકાસના કામકાજમાં સરળતા મળી રહે.
મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ

