Get The App

વાંચો તમારું 14 મે, 2026નું રાશિ ભવિષ્ય

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 14 મે, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.

વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. પરદેશના કામકાજ થાય.

મિથુન : આપના કામની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. પરંતુ આનંદ રહે.

કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

સિંહ : દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં. વાહન ધીરે ચલાવવું.

કન્યા : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રેહવાનું બને. અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામકાજ થાય.

તુલા : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરે.

વૃશ્ચિક : આપની મહેનત-બુદ્ધિ અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.

ધન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે.

મકર : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ મદદરૂપ થવાના પ્રયાસ કરે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કુંભ : કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. પરંતુ કામકાજમાં સાનુકૂળતા મળી રહેતાં તેનો ઉકેલ લાવી શકો.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મિલન-મુલાકાત થાય.

- અગ્નિદત્ત પદમનાભ