Updated: Mar 13th, 2023
મેષ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા- ઉચાટ રહે.
વૃષભ : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. રાજકીય સરકારી કામમા આપને સાનુકૂળતા મળી રહેતા આનંદ થાય.
મિથુન : આપના કામ અંગે દોડધામ- શ્રમ જણાય સીઝનલ ધંધામાં હરીફાઈ રહે. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
કર્ક : આપના કાર્યમાં મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખીને કામ કરવું.
સિંહ : આપે જમીન- મકાન- વાહનની લે-વેચના કામમાં ઉતાવળ કરવી નહીં. આપના કાર્યમાં પ્રતિકૂળતા જણાય. ચિંતા રહે.
કન્યા : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર ચાકર વર્ગ આપને મદદરૂપ થવાનો પ્રયાસ કરે.
તુલા : આપના કામમાં સાનુકૂળતા જણાય. કૌટુંબિક પારિવારિક સહકારથી સીઝનલ ધંધામાં સરળતા રહે. ઘરાકી જણાય.
વૃશ્ચિક : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. ધીમે ધીમે કામનો ઉકેલ આવતા રાહત રહે.
ધન : આપના કામની ગણત્રી ધારણા અવળી પડતા આપની મુશ્કેલીમાં વધારો થાય. બેંકના કામમાં ઉતાવળ કરવી નહીં.
મકર : આપના કામમાં પુત્ર- પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કુંભ : આપના કાર્યની સાથે સગા- સંબંધી, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા દોડધામ રહે, મિત્રવર્ગનો સાથ રહે.
મીન : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગનો સાથ- સહકાર મળી રહે. પરદેશના કામમાં સરળતા- સાનુકૂળતા જણાય.
- અગ્નિદત્ત પદમનાભ