Get The App

વાંચો તમારું 13 ઓક્ટોબર, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 13 ઓક્ટોબર, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ જણાય. પરદેશના કામ અંગે મુલાકાત થાય.

વૃષભ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનં બને. બેંકના-વીમા કંપનીના-શેરોના કામ થઈ શકે.

મિથુન : આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા રહે.

કર્ક : આપને કામમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી. વાહન ધીરે ચલાવવું.

સિંહ : આપના કામમાં સંતાનનો સાથ સહકાર મળી રહેતાં રાહત અનુભવો. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા રહે.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.

તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. પરદેશના કામમાં પ્રગતિ જણાય. નોકર-ચાકરવર્ગ મદદરૂપ થાય.

વૃશ્ચિક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણયલઈ શકાય. મુલાકાતમાં સાનુકૂળતા રહે.

મકર : સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

કુંભ : આપની બુદ્ધિ-મહેનત-આવડત-અનુભવથી કામકાજનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. શાંતિથી દિવસ પસાર કરી લેવો.

- અગ્નિદત્ત પદમનાભ