મેષ : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ- ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.
કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસનાં કામમાં સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
કન્યા : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
તુલા : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભારમાં વધારો થાય.
વૃશ્ચિક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં આવક જણાય.
ધન : આપને કામમાં પ્રતિકૂળતા રહે. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. ઉચાટ જણાય.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ મદદરૂપ થાય.
કુંભ : આપના કાર્યની સાથે સામાજિક- વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામ થઈ શકે.
- અગ્નિદત્ત પદમનાભ


