મેષ : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
વૃષભ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરે. અગત્યના નિર્ણય લેવાના હોય તો મુલતવી રાખવા.
મિથુન : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના કામ અંગે વ્યસ્તતા રહે.
કર્ક : આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા રહે.
સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
કન્યા : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધીરે-ધીરે કામનો ઉકેલ આવતો જાય.
તુલા : આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને કામ કરવાનો ઉત્સાહ જણાય. હર્ષ-લાભ જણાય.
વૃશ્રિક : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, ઉતાવળ કરવી નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવીને કોઈ કામ કરવું નહીં.
ધન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહે.
મકર : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન- વાહનના કામમાં આપને સરળતા જણાય.
કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
મીન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. સીઝનલ-વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
- અગ્નિદત્ત પદમનાભ


