Get The App

વાંચો તમારું 11 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 11 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપ હરો-ફરો કામકાજ કરો, પરંતુ આપના હૃદય- મનને શાંતિ- રાહત જણાય નહીં. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો.

વૃષભ : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ જણાય, બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય.

મિથુન : આપના કાર્યની સાથે સામાજિક- વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

કર્ક : આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય- સરકારી કામકાજ થઈ શકે.

સિંહ : આપે કોર્ટ- કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. કામકાજમાં પ્રતિકૂળતા જણાય, આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

કન્યા : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહેતા આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા- પરેશાની ઓછી થાય.

તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને જમીન- મકાન- વાહનના કામમાં આપને સરળતા મળી રહે.

વૃશ્ચિક : દેશ- પરદેશના કામમાં આયાત- નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય.

ધન : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક- વ્યવહારિક કામમાં આપે સાચવવું.

મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. સરળતા જણાય.

કુંભ : આપના કાર્યમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય કોર્ટ- કચેરીના કામકાજ અંગે ખર્ચ- ખરીદી રહે.

મીન : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સાથ- સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ