મેષ : આપને માનસિક પરિતાપ- વ્યગ્રતા જણાય. આકસ્મિક ખર્ચ- ખરીદી જણાય, બપોર પછી આપને કામમાં સાનુકૂળતા થતી જાય.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કાંઈને કાંઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી રાજકીય સરકારી કામમાં રૂકાવટ રહે.
મિથુન : દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર રહે.
કર્ક : આપે તન- મન- ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં સંભાળવું પડે.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. તબિયત સાચવવી.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેેચેની અનુભવાય જેમ- જેમ દિવસ પસાર થાય તેમ તેમ તબિયતની અસ્વસ્થતા રહે.
તુલા : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે- ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા- પરેશાની ઓછી થતી જાય.
વૃશ્ચિક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન- મકાન- વાહનના કામમાં આપને પરેશાની વધે. ઘર- પરિવારની ચિંતા રહે.
ધન : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. બપોર પછી સંતાનના કામમાં સાનુકૂળતા થતી જાય.
મકર : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્ત રહેવાનું બને. દિવસ પસાર થાય તેમ વ્યગ્રતા બેચેની જણાય.
કુંભ : આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
મીન : આપે રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


