વાંચો તમારું 11 જૂન, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપને કૌટુંબિક પારિવારિક પ્રશ્ને કોઈને કોઈ ચિંતા રહ્યા કરો. કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય સરકારી કામમાં પ્રગતિ જણાય. મિલન- મુલાકાત જણાય.
મિથુન : આપના કાર્યમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ કોઈને કોઈ મુશ્કેલી ઉભી કરે. રાજકીય- સરકારી કામ અંગે દોડધામ- ખર્ચ રહે.
કર્ક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
સિંહ : જમીન- મકાન- વાહનના કામમાં આપે ધ્યાન રાખવું પડે. નોકરી- ધંધે જાવ તો ઘર- પરિવારની અને ઘરે રહો તો ધંધાની ચિંતા જણાય.
કન્યા : આપના કામમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ નોકર- ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન- મુલાકાતમાં પ્રગતિ જણાય.
તુલા : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય.
વૃશ્ચિક : માનસિક- પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા- અસમંજસતા રહે, નિર્ણયો ન લેવા.
ધન : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. રાજકીય, સરકારી ખાતાકીય કામમાં મુશ્કેલી જણાય.
મકર : આપના કાર્યની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે, સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કુંભ : આપના કાર્યની સાથે ઘર- પરિવાર- સગા- સંબંધી વર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. દોડધામ રહે.
મીન : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાતથી આનંદ થાય.
- અગ્નિદત્ત પદમનાભ