Get The App

વાંચો તમારું 10 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 10 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર-વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરંતુ બપોર પછી આપને કામમાં પ્રતિકૂળતા જણાય.

વૃષભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામકાજ જણાય. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.

મિથુન : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે.

કર્ક : દિવસનો પ્રારંભ પ્રતિકૂળતાથી થાય. ધીરજ રાખવી પડે. પરંતુ જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ આપને રાહત થતી જાય.

સિંહ : આપના કામમાં સરળતા રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.પરંતુ બપોર પછી આપને કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય.

કન્યા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્ર વર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. કામ ઉકેલાતા રાહત થતી જાય.

તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આપના કામમાં નોકર-ચાકરવર્ગને સહકાર પ્રાપ્ત કરી શકો.

વૃશ્ચિક : તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. બપોર પછી આપના બેચેની-વ્યગ્રતા ઓછા થતા જાય.

ધન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામકાજ જણાય. મિલન-મુલાકાત થઈ શકે. બપોર પછી આપને કામમાં રૂકાવટ રહે.

મકર : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં કાર્યમાં કાર્યભાર-દોડધામ શ્રમ વધે. પરંતુ ધીરે-ધીરે કામનો ઉકેલ આવતો જાય. આનંદ રહે.

કુંભ : આપના કામમાં સંતાનનો સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. બપોર પછી ખર્ચ-ખરીદી જણાય.

મીન : દિવસના પ્રારંભે હૃદય-મન-વ્યગ્રતા-બેચેની અનુભવે.જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત જણાય. આપના કામમાં વ્યસ્ત થતાં જાવ.

- અગ્નિદત્ત પદમનાભ