મેષ : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાંભીડ જણાય.
વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થાય.
મિથુન : જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સરળતા જણાય. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.
કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈભાંડુનો સહકાર રહે.
સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા રહે.
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર રહે.
તુલા : આપના કાર્યની સાથે કોર્ટ-કચેરીના કાર્ય અંગે વ્યસ્તતા જણાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
વૃશ્ચિક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.
ધન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાનના કામમાં ધ્યાન રાખવું.
મકર : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ધંધામાં સાનુકૂળતા રહે.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. કામ કરવાનો ઉત્સાહ વધે.
- અગ્નિદત્ત પદમનાભ


