Get The App

વાંચો તમારું 09 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 09 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો આનંદ જણાય. અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને.

વૃષભ : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય.

મિથુન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.

કર્ક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ ઉદ્વેગમાં વધારો જણાય. આકસ્મિક ખર્ચ ખરીદી કરવી પડે.

સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ-ફાયદો જણાય.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધીરે ધીરે કામનો ઉકેલ આવતો જવાથી રાહત રહે.

તુલા : યાત્રા-પ્રવાસનું આયોજન થાય. જૂના સ્વજન સ્નેહી કે મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો.

વૃશ્ચિક : આપે તન-મન-ધનથી - વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

ધન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. અગત્યના કામકાજનો ઉકેલ આવતો જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

મકર : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે.

કુંભ : આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આપની મહેનત બુધ્ધિ-અનુભવ આવડતના આધારે પ્રગતિ કરી શકો.

મીન : નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા સતાવ્યા કરે. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો.

- અગ્નિદત્ત પદમનાભ