મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપને કામમાં પ્રતિકૂળતા થતી જાય. સામાજિક - વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
વૃષભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન- મુલાકાત થાય.
મિથુન : આપના કાર્યની સાથે બીજુ કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કર્ક : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.
સિંહ : આપના કામમાં કોઇ ને કોઈ રૂકાવટ - મુશ્કેલી આવ્યા કરે. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.
કન્યા : આપના યશ પદ ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
તુલા : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક વ્યવહારિક કામ રહે.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
ધન : આપે રાજકીય સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં સાવધાની રાખવી પડે. નાણાકીય લેવડ- દેવડમાં ઉતાવળ કરવી નહીં.
મકર : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે.
કુંભ : આપના કાર્યની સાથે ઘર પરિવાર, સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આનંદ રહે.
મીન : દેશ- પરદેશના કામકાજમાં, આયાત- નિકાસના કામમાં સાનુકુળતા થતી જાય. ભાઈભાંડુવર્ગનો સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ


