Get The App

વાંચો તમારું 09 જૂન, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 09 જૂન, 2025નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : દિવસ જેમ જેમ પસાર થતો જાય આપને સુસ્તી-બેચેની અનુભવાય. થાક કંટાળો અનુભવો. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

વૃષભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે.

મિથુન : સિઝનલ ધંધામાં આપે ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. આપના કાર્યમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરે.

કર્ક : દિવસનો પ્રારંભ બેચેની વ્યગ્રતાથી થાય. પરંત જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત થતી જાય. આપના કામમાં વ્યસ્ત રહો.

સિંહ : આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

કન્યા : આપના યશ-પદ ધનમાં વધારો થાય તેવી કાર્યરચનાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.

તુલા : આપના કામમાં સાનુકુળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના શેરોના કામમાં સરળતા થતી જાય. કામનો ઉકેલ આવતો જાય.

વૃશ્ચિક : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ધીરજ અને શાંતિ રાખવા.

ધન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ધીરજ અને શાંતિ રાખવી.

મકર : આપના કાર્યનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આપનાં કામમાં સંતાનનો સાથ સહકાર મળી રહેતાં રાહત રહે.

કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામ થાય.

મીન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને શાંતિ-રાહત થતાં જાય. નોકર ચાકરવર્ગનના સાથ સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :