મેષ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. બપોર પછી આપને થોડી રાહત થતી જાય.
મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કર્ક : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. બપોર પછી આપને રાહત થતી જાય.
સિંહ : આપના અગત્યના કાર્યને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહો. પરંતુ બપોર પછી આપે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
કન્યા : આપના કાર્યની સાથે બીજુ કોઈ કામ કે અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભારમાં વધારો થાય. ખર્ચ જણાય.
તુલા : આપની બુદ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પરંતુ બપોર પછી દોડધામ રહે.
વૃશ્ચિક : દિવસનો પ્રારંભ હૃદય-મનની બેચેની - વ્યગ્રતાથી થાય. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય શાંતિ થતી જાય.
ધન : આપના કાર્યની કદર- પ્રશંસા થવાથી આનંદ જણાય. પરંતુ બપોર પછી નોકર-ચાકરવર્ગની તકલીફ જણાય.
મકર : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ-ફાયદો રહે.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. મહત્વના નિર્ણય લઈ શકાય. બપોર પછી દિવસ મધ્યમ રહે.
મીન : કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. બપોર પછી આપને કામમાં રાહત થતી જાય.
- અગ્નિદત્ત પદમનાભ


