મેષ : આપે નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે. આડોશ-પાડોશમાં વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું.
વૃષભ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મહત્વના નિર્ણય લેવા નહીં. પરિવારની ચિંતા જણાય.
મિથુન : વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામકાજમાં વિલંબ જણાય. ઉચાટ-ઉદ્વેગ જણાય. મુલાકાતમાં ઉતાવળ કરવી નહીં.
કર્ક : આપે પરદેશના કામમાં ધ્યાન રાખવું પડે. સંતાનના પ્રશ્ને ચિંતા જણાય. બપોર પછી કામકાજમાં પ્રતિકૂળતા અનુભવો.
સિંહ : સગા-સંબંધી-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. આપે સાવધાની રાખવી પડે. પરદેશના કામમાં ઉતાવળ ન કરવી.
કન્યા : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. નોકરી-ધંધાના કામમાં રૂકાવટ-મુશ્કેલીનો સામનો કરવો પડે.
તુલા : આપના સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે. ધર્મકાર્ય થઈ શકે.
વૃશ્ચિક : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત મુલત્વી રાખવી. દિવસ પસાર થતો જાય તેમ આપને બેચેની-વ્યગ્રતા રહે.
ધન : આપના કામને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. મોસાળપક્ષે-સાસરીપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.
મકર : આપે વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. દોડધામ-શ્રમ જણાય.
કુંભ : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. સંતાનના પ્રશ્ને ચિંતા જણાય.
મીન : સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગની મુશ્કેલી-ભૂલના લીધે કામકાજમાં તકલીફ અનુભવાય. બેચેની-વ્યગ્રતા અનુભવાય.
- અગ્નિદત્ત પદમનાભ


