Get The App

વાંચો તમારું 08 જૂન, 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 08 જૂન, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. લાભ થાય.

વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહેતાં કામ ઉકેલાય.

મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસનાં કામમાં આપને સાનુકૂળતા રહે. ભાઈભાંડુ વર્ગનો સહકાર મળી રહે.

કર્ક : આપે તન-મન-ધનથી - વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.

સિંહ : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય. ધંધામાં આવક જણાય.

કન્યા : નોકરી-ધંધાની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

તુલા : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ - આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહેતા રાહત થાય.

વૃશ્ચિક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ધીરે ચલાવવું.

ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. પરદેશના કામકાજ અંગે મુલાકાત થઈ શકે.

મકર : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં આવક થાય.

કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. રાજકીય-સરકારી કામકાજમાં સાનુકૂળતા મળી રહે.

મીન : કોર્ટ-કચેરીના કામમાં આપે ધીરજથી કામ લેવું. ચિંતા જણાય. આકસ્મિક ખર્ચ ખરીદીને લીધે નાણાભીડ અનુભવો.

- અગ્નિદત્ત પદમનાભ