વાંચો તમારું 08 જૂન, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
વૃષભ : આપના કામકાજની સાથે બીજું કામ આવી જવાથી અન્ય સહકર્મીનું કામ આવી જવાથી કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.
મિથુન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કર્ક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ જણાય.
સિંહ : આપ કામમાં સાનુકૂળતા રહે. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ રહે. અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્ત રહો.
કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજમાં, સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો. ખર્ચ જણાય પરંતુ આનંદ રહે.
તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : આપને કામકાજમાં મુશ્કેલી જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ રહે.
ધન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મકર : દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગનું કામ રહે.
કુંભ : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આપને આનંદ રહે. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપને ચિંતા જણાય.