Get The App

વાંચો તમારું 06 ઓક્ટોબર, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 06 ઓક્ટોબર, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ ખરીદીને લીધે નાણાંભીડ જણાય.

વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ ફાયદો જણાય.

મિથુન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન મકાન વાહનના કામકાજ થઇ શકે. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

કર્ક : આપના કામમાં ધીરે ધીરે સરળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવતો જાય. નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.

સિંહ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. સ્વાસ્થ્યની અસ્વસ્થતાને લીધે કામમાં મન લાગે નહીં. નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું.

કન્યા : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્તતા જણાય. અન્યના સહકારથી આનંદ જણાય.

તુલા : આપના કાર્યની સાથે કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય સરકારી કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. દોડધામ શ્રમ ખર્ચ જણાય.

વૃશ્ચિક : ધીરે ધીરે આપના કામનો ઉકેલ આવતો જાય. રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કાર્યમાં પ્રગતિ જણાય. હર્ષ લાભ રહે.

ધન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. માતૃપક્ષે બીમારી ચિંતા ખર્ચનું આવરણ આવી જાય.

મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કુંભ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહો. ધંધામાં લાભ જણાય.

મીન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

અગ્નિદત્ત પદમનાભ