Get The App

વાંચો તમારું 06 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 06 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : રાજકીય સરકારી કામકાજ અંગે વ્યસ્તતા જણાય. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે આપને દોડધામ શ્રમ ખર્ચ જણાય.

વૃષભ : દિવસના પ્રારંભે આપે વાદ-વિવાદ-ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે. જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય.

મિથુન : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. કામનો ઉકેલ આવતો જાય. બપોર પછી આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય.

કર્ક : આપના કામની વ્યસ્તતા સાથે દિવસનો પ્રારંભ થાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ દોડધામ શ્રમમાં ઘટાડો થાય.

સિંહ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બપોર પછી કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો જણાય.

કન્યા : સુસ્તી બેચેની સાથે દિવસનો પ્રારંભ થાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં વ્યસ્ત રહો.

તુલા : દિવસનો પ્રારંભ સાનુકુળ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે. બપોર પછી આપને ઉચાટ ઉદ્વેગ રહે.

વૃશ્ચિક : આપના કામકાજની સાંજે અન્ય કામકાજને લીધે દોડધામ શ્રમ જણાય. બપોર પછી કામકાજમાં રાહત થતી જાય.

ધન : વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા થતી જાય. બપોર પછી આકસ્મિકખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.

મકર : દિવસના પ્રારંભે કામકાજમાં રૂકાવટ પ્રતિકૂળતા જણાય. ધીરજ રાખવી પડે. દિવસ પસાર થાય તેમ આપને રાહત શાંતિ થતી જાય.

કુંભ : નોકર ચાકરવર્ગના સહકારથી કામનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. પરંતુ બપોર પછી આપને કામમાં પ્રતિકૂળતા જણાય.

મીન : બેંકના વીમા કંપનીના શેરોના કામમાં સરળતા જણાય. ધંધામાં આવક થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ