મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવારના કામકાજ અંગે આપને વ્યસ્તતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.
વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણે કામકાજ થવાથી આનંદ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
મિથુન : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.
કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામકાજનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં ઉકાવળ ન કરવી.
કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. મુલાકાત થઈ શકે.
ધન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને દોડધામ-શ્રમ રહે.
કુંભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


