Astro

વાંચો તમારું 06 જુલાઈ, 2025નું રાશિ ભવિષ્ય

By GS TEAM
6 Jul 20251 min read
વાંચો તમારું 06 જુલાઈ, 2025નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

વૃષભ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું.

મિથુન : પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.

કર્ક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.

સિંહ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે. અડોશ-પડોશના કામ અંગે વ્યસ્તતા રહે. ધર્મકાર્ય થઈ શકે.

કન્યા : સીઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી આવી જવાથી આવક થાય. કુટુંબ-પરિવારના કામ અંગે દોડધામ-વ્યસ્તતા રહે.

તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય.

વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા અવળાં પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. બપોર પછી રાહત થતી જાય.

ધન : આપની મહેનત-બુધ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ અંગે વ્યસ્તતા જણાય.

મકર : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-મિત્રવર્ગ-સગા-સંબંધીના કામ અંગે દોડધામ-શ્રમ રહે. ધીમે ધીમે રાહત થતી જાય.

કુંભ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. ભાઈ-ભાંડુનો સહકાર મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્યથી પ્રસન્નતા રહે.

મીન : કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપના ચિંતા-ઉચાટમાં વધારો થાય. આરોગ્યની કાળજી રાખીને દોડધામ-શ્રમ કરવા.

- અગ્નિદત્ત પદમનાભ