Get The App

કેવો રહેશે આજનો દિવસ : વાંચો તમારું 06 એપ્રિલ, 2026નું રાશિ ભવિષ્ય

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
કેવો રહેશે આજનો દિવસ : વાંચો તમારું 06 એપ્રિલ, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા-વિલંબ જણાય.

વૃષભ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.

મિથુન : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

કર્ક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. તબીયતની અસ્વસ્થતા જણાય.

કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

તુલા : આપના કામકાજમાં સાનુકૂળતા મળી શકે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.

વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

ધન : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

મકર : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.

કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.

મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ