વાંચો તમારું 05 મે, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : નોકરી ધંધો જાવ તો ઘર પરિવારની એન ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા સતાવ્યા કરે. બપોર પછી આપને રાહત રહે.
વૃષભ : પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધંધામાં નવી વાતચીત આવે. બપોર પછી આપે કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
મિથુન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહો.
કર્ક : રાજકીય સરકારી કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાત થઇ શકે.
સિંહ : દિવસનો પ્રારંભ ઉચાટ-ઉદ્વેગ સાથે થાય. કામમાં વિલંબ જણાય. બપોર પછી આપને સાનુકુળતા થતી જાય.
કન્યા : દિવસના પ્રારંભે કામકાજમાં સાનુકુળતા રહે. કામનો ઉકેલ આવતો જાય. પરંતુ દિવસ પસાર થાય તેમ કામમાં પ્રતિકૂળતા રહે.
તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા સંબંધી વર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતો રાહત રહે.
વૃશ્ચિક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થાય.
ધન : બપોર સુધી આપને બેચેની વ્યગ્રતા રહ્યા કરે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું પડે. ત્યારબાદ આપને રાહત થતી જાય.
મકર : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. મહત્ત્વના નિર્ણય લઇ શકાય. બપોર પછી આપે ધીરજથી કામ લેવું.
કુંભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર દોડધામ શ્રમ વધે.
મીન : વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા રહે. પરદેશના કામ અંગે મુલાકાત થાય. બપોર પછી મધ્યમ.
- અગ્નિદત્ત પદમનાભ