મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.
વૃષભ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં આવક જણાય. કૌટુંબિક-પારિવારિક કામ થાય.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
સિંહ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં.
કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનની લે-વેચના કામ થઈ શકે.
વૃશ્ચિક : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.
ધન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ અનુભવાય.
મકર : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. મિલન-મુલાકાત થઈ શકે.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
મીન : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહેતાં રાહત અનુભવો.
- અગ્નિદત્ત પદમનાભ


