મેષ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. પરદેશના કામ થાય.
મિથુન : નોકરી ધંધાની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કર્ક : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતના આધારે કામનો ઉકેલ લાવી પ્રગતિ કરી શકો. પરદેશના કામ અંગે મુલાકાત થાય.
સિંહ : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. વાહન ધીરે ચલાવવુ.
કન્યા : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગનો નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થઇ શકે.
તુલા : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ધંધામાં આવક જણાય.
વૃશ્ચિક : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય.
ધન : રાજકીય સરકારી કામમાં, કોર્ટ કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસ કરે.
મકર : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. વાણીની મીઠાશથી લાભ ફાયદો થાય. આનંદ અનુભવો.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઇ શકે.
મીન : દેશ પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ


