વાંચો તમારું 04 ઓગસ્ટ, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપને કામકાજમાં પ્રતિકુળતા જણાય. સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
વૃષભ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સાથ મળી રહે.
મિથુન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કર્ક : આપની બુધ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
સિંહ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. ઉચાટ રહે.
કન્યા : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
તુલા : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં ઘરાકી જણાય. આવક થાય. કામકાજનો ઉકેલ આવતો જાય.
વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
ધન : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. નાંણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે.
મકર : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થાય.
મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ