Get The App

વાંચો તમારું 03 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 03 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થયા કરે. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી કામ કરવું.

વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દિવસ દરમ્યાન દોડધામ-શ્રમ જણાય.

કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર જણાય.

સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સાચવવું.

કન્યા : આપના કામકાજમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.

તુલા : આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ અનુભવાય. સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં.

વૃશ્ચિક : આપના કામમાં ધીરે- ધીરે સાનુકૂળતા થતી જાય. કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. સંતાનનો સહકાર મળી રહે.

ધન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આપના ધાર્યા પ્રમાણે જ કામકાજ થઈ શકે નહીં. વાહન ધીરે ચલાવવું.

મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ રહે. ધર્મકાર્ય- શુભકાર્ય થઈ શકે.

કુંભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. કુટુંબ-પરિવારના સાથ-સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

મીન : આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય સરકારી કામકાજ થાય.

- અગ્નિદત્ત પદમનાભ