Get The App

વાંચો તમારું 02 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 02 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : દિવસનો પ્રારંભ સાનુકુળતા સાથે થાય. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને પ્રતિકૂળતાનો અનુભવ થાય.

વૃષભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા-સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતો જાય.

મિથુન : યાત્રા-પ્રવાસ થઇ શકે. જૂના મિત્ર, સ્વજન-સ્નેહી સાથે આકસ્મિક મુલાકાતથી આપને આનંદ-ઉત્સાહ જણાય.

કર્ક : સુસ્તી-બેચેની સાથે પ્રારંભ થયેલો દિવસ જેમ પસાર થતો જાય તેમ આપના કાર્યમાં વ્યસ્ત થતા જાવ.

સિંહ : ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતથી આનંદ રહે. જાહેરક્ષેત્રનાં કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી સાવધાની રાખવી પડે.

કન્યા : દિવસ દરમ્યાન કામકાજમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. બપોર પછી આપને રાહત થતી જાય.

તુલા : સંતાનના સાથ સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. બપોરથી સાસરીપક્ષ મોસાળપક્ષનું કામકાજ જણાય.

વૃશ્ચિક : આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને દિવસ પસાર કરી લેવો. મિત્રવર્ગની ચિંતા જણાય. બપોર પછી રાહત થતી જાય.

ધન : અડોશ-પડોશના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે. પરંતુ બપોરથી વ્યગ્રતા બેચેની અનુભવાય.

મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આવક જણાતા આનંદ રહે.

કુંભ : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઇ શકે. બપોર પછી મધ્યમ.

મીન : માનસિક પરિતાપ વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. વિચારોની દ્વિધા અસમંજસતા જણાય. ખર્ચ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ