Get The App

વાંચો તમારું 02 મે, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 02 મે, 2025નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જવાથી આપને રાહત થતી જાય. ધંધામાં લાભ થાય.

વૃષભ : આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. આપના આયોજન મુજબના કાર્યો થઈ શકે નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.

મિથુન : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઇભાડું વર્ગનો સાથ-સહકાર મળી રહે.

કર્ક : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આપને ઘરાકી જણાય. સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે.

સિંહ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી શકો. જો કે આપને વિચારોની દ્વિધા- અસમંજસતા રહે. ધીરજ રાખવી.

કન્યા : આપને રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ- ગેરસમજ- મનદુ:ખ થી સંભાળવું પડે.

તુલા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે. સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન કરવી.

ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.

મકર : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. આપના કામમાં વિલંબ જણાય.

કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. પરદેશના કામ થઈ શકે.

મીન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં. હરિફવર્ગ આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ કરે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :