મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી.
વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.
મિથુન : આપને કામકાજમાં સાનુકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. કામનો ઉકેલ આવતાં રાહત થાય.
કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
સિંહ : આપે કોર્ટ-કચેરીના કામકાજમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ- ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે. ઉચાટ રહે.
કન્યા : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.
વૃશ્ચિક : દેશ-પરદેશનાં કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. ખર્ચ રહે.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
કુંભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.
મીન : આપની મહેનત-બુદ્ધિ- અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


