Get The App

વાંચો તમારું 02 ડિસેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય

Updated: Dec 1st, 2022

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 02 ડિસેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : રાજકીય-સરકારી કામમાં આપે સાવધાની રાખવી પડે. ખાતાકીય તપાસમાં ફસાઈ ન જાવ તેવું ધ્યાન રાખવું. આવેશ-ઉશ્કેરાટમાં ન આવવું.

વૃષભ : આપના કામમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછા થાય.

મિથુન : જમીન-મકાન-વાહનની-લે-વેચમાં સાનુકુળતા જણાય. પરંતુ મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.

કર્ક : નોકરી-ધંધાના કામકાજ અર્થે આપે બહાર કે બહારગામ જવાનું થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

સિંહ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

કન્યા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જાહેર-ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં દોડધામ-શ્રમ અનુભવાય.

તુલા : રાજકીય-સરકારી કામમાંં આપે ઉતાવળ કરવી નહીં. હરીફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે.

વૃશ્ચિક : આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્ત્વના નિર્ણયો લઈ શકાય.

ધન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતૂ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષે બિમારી-ચિંતા રહે.

મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ-ઉત્સાહ જણાય. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય.

કુંભ : આપના કામમાં સાનુકુળતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષ-લાભ રહે. સામાજિક-વ્યવહારિક કામ રહે.

મીન : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. વિચારોની દ્ધિધાના લીધે કામમાં વિલંબ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ