Get The App

વાંચો તમારું 01 સપ્ટેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 01 સપ્ટેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. જૂની બીમારી ફરી ઉથલો ના મારે તેનું ધ્યાન રાખવું. ખર્ચ જણાય.

વૃષભ : માનસિક પરિતાપ વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની દ્વિધા અસમંજસતા જણાય. જો કે મિલન મુલાકાત થાય.

મિથુન : આપના કાર્યની સાથે મોસાળપક્ષ સાસરીપક્ષના કામમાં વ્યસ્ત રહેવાનું બને. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.

કર્ક : વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનનો સહકાર મળી રહે.

સિંહ : નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

કન્યા : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.

તુલા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. કામનો ઉકેલ આવતાં રાહત જણાય.

વૃશ્ચિક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. રાજકીય સરકારી કામમાં વ્યસ્ત રહો.

ધન : આપે કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. નાણાંકીય લેવડ દેવડની બાબતમાં ઉતાવળ કરવી નહીં.

મકર : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહે. આપના કામની કદર પ્રશંસા થાય પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ શ્રમ અનુભવાય.

મીન : દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય થઇ શકે.

- અગ્નિદત્ત પદમનાભ