Get The App

વાંચો તમારું 01 જૂન, 2026નું રાશિ ભવિષ્ય

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 01 જૂન, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.

વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.

મિથુન : આપના કામમાં હરિફ વર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગ કોઈ ને કોઈ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસો કરે. વાદ-વિવાદથી સંભાળવું.

કર્ક : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ- આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહેતાં રાહત રહે.

સિંહ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને સતાવ્યા કરે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહે.

કન્યા : આપના કામમાં ઉપરીવર્ગ - સહકાર્યકર વર્ગ - નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.

તુલા : આપને બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.

વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. પરંતુ મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.

ધન : કોર્ટ-કચેરીના કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કામકાજ કરવું નહીં.

મકર : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. પરદેશના કામકાજમાં સાનુકૂળતા જણાય. હર્ષ-લાભ રહે.

કુંભ : દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. સામાજિક-વ્યવહારિક કામના લીધે દોડધામ-શ્રમ રહે.

મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગે મુલાકાત થઈ શકે.

- અગ્નિદત્ત પદમનાભ