Astro

વાંચો તમારું 19 ઓક્ટોબર, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
18 Oct 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભે 12 રાશિઓના જાતકો માટે આજનું રાશિફળ જણાવ્યું છે. મેષ રાશિના જાતકો જમીન-મકાનના કામમાં સરળતા અનુભવશે, જ્યારે કન્યા રાશિના જાતકોના અટકેલા કામનો ઉકેલ આવશે. વૃશ્ચિક રાશિના જાતકોને યશ અને ધનમાં વધારો થશે, જ્યારે કુંભ રાશિના જાતકોને સરકારી કામમાં અવરોધ આવી શકે છે. મીન રાશિના જાતકોને પરદેશના કામમાં પ્રગતિ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 19 ઓક્ટોબર, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન- મકાન- વાહનના કામમાં સરળતા રહે.
વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
સિંહ : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. વાદ-વિવાદ ગેરસમજ - મનદુ:ખથી સંભાળવું.
કન્યા : આપના રૃકાવટ- વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા- પરેશાની દૂર થાય.
તુલા : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને સતાવ્યા કરે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે.
વૃશ્ચિક : આપના યશ-પદ ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. ભાઈભાંડુનો સાથ- સહકાર મળી રહે.
ધન : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્ત રહો. ધંધામાં આવક થાય.
મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન- મુલાકાત થઇ શકે.
કુંભ : રાજકીય - સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપના કામમાં રૃકાવટ જણાય. કામનો ઉકેલ ન આવવાથી ઉદ્વેગ જણાય.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ