મેષ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
વૃષભ : આપના કામમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય, મોસાળ પક્ષ- સાસરી પક્ષના કામ અંગે દોડધામ રહે.
મિથુન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સંતાનનો સહકાર મળી રહેતાં કામનો ઉકેલ આવતો જાય.
કર્ક : નોકરી- ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા અનુભવો અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
સિંહ : આપના કાર્યની સાથે અડોશ- પડોશના કામમાં વ્યસ્ત રહો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ- સહકાર મળી રહે.
કન્યા : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામ જણાય, ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય, આનંદ રહે.
વૃશ્ચિક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય, આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય, ઉચાટ- ઉદ્વેગ રહ્યા કરે.
ધન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ- ફાયદો જણાય.
મકર : ઘર- પરિવાર સગા- સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામકાજના લીધે દોડધામ- શ્રમ જણાય. કામનો ઉકેલ આવતા રાહત રહે.
કુંભ : જૂના સ્વજન- સ્નેહી મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો, ધર્મકાર્ય, શુભકાર્યથી પ્રસન્નતા રહે.
મીન : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ


