મેષ : નોકરી-ધંધાની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.
વૃષભ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઇ પડેલા કામનો ઉકેલ આવતો જાય. રાહત થાય.
મિથુન : આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં.
કર્ક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આવક જણાતાં આનંદ અનુભવો.
કન્યા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.
તુલા : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહે.
ધન : આપને દિવસના પ્રારંભથી જ સતત કોઈ ને કોઈ કામકાજ રહ્યા કરે. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા રહે.
મકર : દિવસ પસાર થતો જાય તેમ ધીરે ધીરે આપને રાહત-શાંતિ થતાં જાય. આપના કામમાં સાનુકૂળતા થતી જાય.
કુંભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
- અગ્નિદત્ત પદમનાભ


