વાંચો તમારું 31 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપ સર્વેને દિપાવલી પર્વની ખૂબ શુભેચ્છાઓ. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને કામકાજમાં સાનુકૂળતા થતી જાય.
વૃષભ : આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. સંતાનના પ્રશ્ને ચિંતા-પરિતાપ ઓછા થાય.
મિથુન : દીપાવલીના તહેવારની આપને શુભેચ્છાઓ. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં વ્યસ્ત થતા જાવ. હર્ષ-લાભ રહે.
કર્ક : દિવાળીના પર્વની સર્વેને શુભકામનાઓ. દિવસના પ્રારંભે કામમાં સાનુકૂળતા જણાય. નોકર-ચાકરવર્ગની મુશ્કેલી જણાય.
સિંહ : દીપાવલીનું પર્વ આપ સૌ માટે આનંદમય રહે તેવી શુભેચ્છાઓ. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.
કન્યા : દિવાળીની આપ સૌને ખૂબ શુભકામનાઓ. આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
તુલા : દીપાવલીના પર્વની શુભકામનાઓ. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ કામમાં રાહત થતી જાય.
વૃશ્ચિક : દિવાળીનું પર્વ આપ સહુ માટે મંગળમય રહે તેવી શુભેચ્છાઓ. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ થાય.
ધન : દીપાવલીની આપ સર્વેને શુભેચ્છાઓ. કામકાજની વ્યસ્તતાથી શરૂ થયેલો દિવસ જેમ પસાર થતો જાય તેમ આપને રાહત આપતો જાય.
મકર : દિવાળીના પર્વની આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. જોકે દોડધામ-શ્રમ અનુભવાય.
કુંભ : દીપાવલીની ખૂબ શુભેચ્છાઓ. દિવસ પસાર થતો જાય તેમ આપના કાર્યમાં સાનુકૂળતા જણાય. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
મીન : દિવાળીના પર્વની આપ સૌને શુભેચ્છાઓ. આપના કામકાજ અંગે મિલન-મુલાકાત જણાય. નાણાંકીય વ્યવહારમાં આપે ધ્યાન રાખવું.
- અગ્નિદત્ત પદમનાભ