મેષ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
વૃષભ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં સંસ્થાકીય કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
મિથુન : આપે સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં. સાસરીપક્ષે-મોસાળપક્ષે કામકાજ જણાય. દોડધામ રહે.
કર્ક : પરદેશના કામકાજમાં સાનુકૂળતા જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. હર્ષ-લાભ રહે.
સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ રહે.
કન્યા : આપના કામની સાથે અડોશ-પડોશના કામ અંગે વ્યસ્તતા જણાય. ભાઈભાંડુવર્ગ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે.
તુલા : દિવસ દરમ્યાને કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. પરંતુ આપને આનંદ રહે.
વૃશ્ચિક : આપના કામકાજમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય. કામમાં વિલંબ થાય.
ધન : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આપના ધાર્યા પ્રમાણે કામ થાય નહીં. વાદ-વિવાદથી દૂર રહેવું.
મકર : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ રહે.
કુંભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય.
મીન : જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે.
- અગ્નિદત્ત પદમનાભ


