મેષ : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા થતી જાય.
વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
મિથુન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
કર્ક : આપના કામની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો રહે.
સિંહ : આપના અગત્યના કામકાજનો ઊકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.
કન્યા : આપે કોર્ટ-કચેરીના કામકાજમાં પ્રતિકુળતાનો સામનો કરવો પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ જણાય.
તુલા : આપના કામની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી આવી જવાથી આવક જણાય.
વૃશ્ચિક : આપના કામની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.
ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં ઉતાવળ કરવી નહીં.
મકર : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામકાજમાં મન લાગે નહીં.
કુંભ : આપના કામની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીયકામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
મીન : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી રહ્યા કરે. આરોગ્યની કાળજી રાખીને દોડધામ-શ્રમ કરવા.
- અગ્નિદત્ત પદમનાભ


