Get The App

વાંચો તમારું 30 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 30 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકુળતા મળી રહે.

વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. બઢતી બદલીના કામમાં પ્રગતિ જણાય.

મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

કર્ક : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતા રાહત જણાય. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન મુલાકાત થઇ શકે.

સિંહ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસો થવાથી આપની મુશ્કેલી વધે.

કન્યા : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

તુલા : નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય. ્ને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન મુલાકાત થઇ શકે.

ધન : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા ખર્ચ જણાય.

મકર : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે.

કુંભ : આપે કોર્ટ કચેરીના કામમાં, રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં પ્રતિકૂળતા જણાય. ઉતાવળ કરવી નહીં.

મીન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહે. કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. આપના દોડધામ શ્રમમાં ઘટાડો થાય.

- અગ્નિદત્ત પદમનાભ