મેષ : આપને આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાંણાભીડ અનુભવાય. કામકાજમાં પ્રતિકુળતા જણાય. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો.
વૃષભ : આપના કામમાં સરળતા મળી રહે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. સંતાનના કામનો ઉકેલ આવતો જાય.
મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
કર્ક : જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
સિંહ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
કન્યા : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
તુલા : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં. આપે મોસાળપક્ષ-સાસરીપક્ષના કામમાં વ્યસ્ત રહેવાનું બને.
વૃશ્ચિક : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા મળી રહે. આનંદ રહે.
ધન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. ઘર-પરિવારની ચિંતાને લીધે કામકાજમાં મન લાગે નહીં.
મકર : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સહકાર મળી રહે.
કુંભ : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ-જણાય.
મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.
- અગ્નિદત્ત પદમનાભ


