Get The App

વાંચો તમારું 30 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 30 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

વૃષભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા રહે. ધંધામાં આવક જણાય.

મિથુન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પત્નીનો સહકાર મળી રહે.

કર્ક : કોર્ટ કચેરીના કામમાં આપને મુશ્કેલી જણાય. આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ખર્ચ- ખરીદી જણાય.

સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા થતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં સરળતા રહે.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામ થઈ શકે.

તુલા : દિવસ પસાર થતો જાય તેમ સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય. આપના કામમાં ધીરે ધીરે વ્યસ્ત થતાં જાવ.

વૃશ્ચિક : આપને કામકાજમાં રૂકાવટ- મુશ્કેલી અનુભવાય. કામના દબાણ- તણાવની અસર આપના સ્વાસ્થ્ય પર થાય.

ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. રાજકીય- સરકારી કામ થાય.

મકર : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. કોર્ટ- કચેરીના કામકાજ અંગે દોડધામ- શ્રમ જણાય. ધીરજ રાખવી પડે.

કુંભ : આપના વિલંબ-રૂકાવટમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

મીન : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

- અગ્નિદત્ત પદમનાભ